મોરબી : મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ 20 જૂનના રોજ સવારના 11 કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.