Friday - May 08, 2026

મોરબી જિલ્લામાં 18 જૂનથી ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા

મોરબી જિલ્લામાં 18 જૂનથી ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા

www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી : મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તારીખ 18 જૂન થી શરૂ થનાર છે. તા. 18 જૂન થી તા. 20 જૂન સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. 20 જૂન થી તા.22 જૂન સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.22 જૂન ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.