ધારદાર હથિયારો સાથે આવેલ તસ્કરોએ દુકાનને નિશાન બનાવી 120 કિલો કોપર વાયર સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા
મોરબી : મોરબીમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવી શહેરના ભરતનગર - બેલા ખોખરા હનુમાન રોડ પર આવેલા ખોડિયાર કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી આ મેલડી કૃપા રિવાઇન્ડિંગ નામની દુકાનમાંથી તસ્કરો આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હોવાની દુકાન માલિકે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ભરતનગર - બેલા ખોખરા હનુમાન રોડ પર આવેલા ખોડિયાર કોમ્પ્લેક્ષમાં વિવેક પટેલની માલિકીની મેલડી કૃપા રિવાઇન્ડિંગ નામની દુકાન આવેલી છે. આ દુકાન અજાણ્યા તસ્કરો ધારદાર હથિયારો સાથે ત્રાટકયા હતા. તસ્કરો 120 કિલો કોપર વાયર, 1 સબમર્સિબલ પંપ, 5 કાર્ટૂન બેરિંગ અને 1 હાઇડ્રોલિક પુલરની ચોરી કરી ગયા છે. ચોરી થયેલા આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત 1,50,000 થી 2,00,000 રૂપિયા જેટલી થવા જાય છે. આ ચોરીના બનાવ અંગે દુકાન માલિક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.