વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા ફરિયાદી વાહીદભાઈ વલીભાઈ ખિયાણી ઉ.વ.48ના ઘર પાસે પાર્ક કરેલી રૂ.50 હજારની કિંમતની સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે - 36 - યુ - 2508 કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગયો હતો. આથી રીક્ષા ચાલકે આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.