ફૂડ વિભાગે છેલ્લી ઘડીએ નમૂના લીધા હોય તેનો રિપોર્ટ આવતા એક મહિનો થઈ જાય એમ હોય ત્યાં સુધીમાં વાસી ખરાબ મીઠાઈ અને ફરસાણ ખાવાથી લોકો રોગોના શિકાર બનશે
મોરબી : મોરબીમાં દશેરાના તહેવારોમા મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી થતી હોવાથી આ ખોરાક ભેળસેળ યુક્ત છે કે કેમ તેની ફૂડ વિભાગે નમૂના લઈને ચકાસણી કરવાની હોય પણ દશેરાના એક દિવસ પહેલા ફૂડ વિભાગ જાગ્યું હોય અને નમૂના લેવાની નાટકીય ઢબે કાર્યવાહી કરી હતી. જો કે આ મીઠાઈ અને ફરસાણના લીધેલા નમૂનાનો રિપોર્ટ એક મહિના પછી આવશે ત્યાં સુધીમાં તહેવારો પતિ જશે અને આ નનુંના ફેઈલ થાય તો પણ ફૂડ વિભાગની કાર્યવાહી કોઈ અસર નહિ કરે કારણ કે રિપોર્ટ આવતા મહિનાની વાર લાગવાની હોય લોકોને ભેળસેળ યુક્ત પદાર્થ ખાતા કોઈ અટકાવી નહિ શકે !
તા. 03થી તા.11 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયા તરીકે દરેક જીલ્લામાં ઉજવણી કરવાના ભાગ રૂપે વિવિધ કેટેગરીના નમુના લેવા માટે તેમજ અવરનેશ પોગ્રામો કરવા સૂચનો આપતા મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને અનુસંધાને વિવિધ કેટેગરીના નમુના લેવાની તેમજ વિદ્યાર્થીઓ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ કર્મચારીઓની ટ્રેનિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સાથે જ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી મોરબી ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત વિવિધ સ્થળોએથી દૂધના 10, મીઠાઇના 19, તેલના 10, બેકરી પ્રોડક્ટના 14, ડ્રાય ફૂટના 4, જલેબીના 4, મોળા સાટાના 4 ગળ્યા સાટાના 4 અને ફાફડા ગાંઠિયાના 4 નૂમના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.