મોરબી : મોરબીમાં આહીર સમાજની નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન રાસ ગરબા રજૂ કરવાની પરંપરાને ઉજાગર કરવામાં આવી રહી છે. તેથી આહિર સમાજના નવરાત્રી મહોત્સવને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આથી આ નવરાત્રી મહોત્સવમાં કલેકટર મહેમાન બન્યા હતા. જેમાં આહીર સેના મોરબી દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં આઠમા નોરતે આહીર સેનાના આમંત્રણને માન આપી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પરીવાર સાથે વિશિષ્ટ હાજરી આપી હતી અને રાસ-ગરબા રમઝટની મજા માણી હતી.તથા આહીર સેના મોરબી દ્વારા મોમેન્ટો આપી કલેકટરને સન્માનિત કરવામાં આવ્યા હતા.