Saturday - Aug 15, 2026

જૂના ઘાટીલા હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી કરાયું સન્માન

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના જૂના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાનદાર રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 10 ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા દ્વારા તમામ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક શિલ્ડ તથા શૈક્ષણિક કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.