મોરબી:મોરબી સ્થિત સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના પાવન સાનિધ્યમાં છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ અને બિહારના પરિવારો દ્વારા આસ્થા અને શ્રદ્ધા સાથે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ મહાપર્વ દરમિયાન શ્રદ્ધાળુઓએ 36 કલાકના કઠિન નિર્જળા ઉપવાસ કરીને આથમતા તેમજ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી.
આશ્રમના મુકેશ ભગતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રસંગે ઉમટી પડેલા તમામ ભાવિક ભક્તોની સુવિધા માટે આશ્રમ તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.