Thursday - Apr 23, 2026

આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૨મો ઉર્ષ મુબારક યોજાશે.

આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૨મો ઉર્ષ મુબારક યોજાશે.

સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન.

​મોરબી:મોરબી નજીક આવેલા ઐતિહાસિક આમરણ ગામ ખાતે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૬, બુધવાર ના રોજ હઝરત દાવલશાહ પીરનો ૫૩૨મો ભવ્ય ઉર્ષ શરીફ મનાવવામાં આવશે. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત નીચે મુજબ છે

​આમ ન્યાઝ (બપોરે): હનીફભાઇ જસદણવાળા તરફથી બપોરના સમયે જાહેર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે.

​આમ ન્યાઝ (સાંજે): જામનગરવાળા એરંડિયા ગ્રુપ દ્વારા સાંજના સમયે ન્યાઝ પીરસવામાં આવશે.

​સંદલ વિધિ: રાત્રે ૧૦:૦૦ કલાકે દાવલશાહ પીર દરગાહ શરીફમાં પરંપરાગત રીતે સંદલ ક્રિયા તથા ગુસલ શરીફની વિધિ કરવામાં આવશે.

આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૨મો ઉર્ષ મુબારક યોજાશે.

સાથે રાત્રે ૧૨:૦૦ કલાકે દરગાહ શરીફના દ્વાર ઝિયારત માટે ખોલવામાં આવશે. જેમાં ​ચાદર શરીફ: પ્રથમ ૧૬ ચાદર સૈયદ ઝાકીર હુસેન બાપુ (માંગરોળ વાળા) અને હઝરત દાવલશાહ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે.

​આ પવિત્ર અવસરે મુઝાવર (ખાદિમ) સૈયદ અલ્ફાઝ બાપુ તથા મુઝાવર ખાદિમ શાહિદ કાસમ બાપુ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ઉર્ષમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે આપ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
​૭૫૬૭૬ ૦૮૨૬૦
​૯૮૨૪૮ ૭૧૩૫૬