મોરબી : ટંકારા તાલુકામાં સીમ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે ગત તા.15ના રોજ સજ્જનપર ઘુનડા ગામની સીમમાંથી ફરિયાદી રમેશભાઈ ચતુરભાઈ ફુલતરિયા ઉ.વ.58 રહે.ઘુનડા વાળાની અદેપર ગામ જવાના રસ્તે આવેલ વાડીએ તળાવ સુધી નાખેલી ઇલેક્ટ્રિક મોટરનો અંદાજે 340 ફૂટ લાંબો 40 કિલોગ્રામ વજન ધરાવતો રૂ.12 હજારની કિંમતનો કેબલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.