Thursday - Apr 16, 2026

મોરબીમાં ગત વર્ષે જીરુનો 12 હજારનો ભાવ ઘટીને 5 હજારે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાન

મોરબીમાં ગત વર્ષે જીરુનો 12 હજારનો ભાવ ઘટીને 5 હજારે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાન

હાલ રવિ સીઝનમાં જીરુંના ભાવ ગગડયા છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં દર વખતે ઘઉંનું બમ્પર વાવેતર થતું હોય પણ આ વખતે ખેડૂતોએ પરંપરાગત પાકને બદલે નવા પાક એટલે જીરુંનુ વિક્રમી વાવેતર કરતા ઢગલા મોઢે જીરુંનો પાક માર્કેટીંગ યાર્ડમાં ઠલવાઇ રહ્યો છે. પણ જીરુંના ભાવમાં વધઘટ થવાથી ખેડૂતો મુશ્કેલી મુકાય ગયા છે.

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં જીરુંનો પાક વેચવા આવેલા ખેડૂતો અને કમિશન એજન્ટ તેમજ વેપારીઓએ હાલના માર્કેટને નજરઅંદાજ ન કરી જીરુનો ઓછો ભાવ મળતો હોય તો તેમાં પ્ણ રાજીપો વ્યક્ત કરી પોતાની બેહાલ દશાને ઠાલવી હતી. જેમાં આ વખતે મોરબી અને આસપાસના ખેડૂતોએ ઘઉં નહિ પણ જીરુંનું બહુ જ મોટું વાવેતર કર્યું હોય એટલા બધા જીરુંનું શુ કામ ? કારણ કે, જીરુંનું માત્ર કોઇપણ શાકમાં થોડી માત્રમાં જ ઉપયોગ કરાતો હોય ગામેગામથી ઘર અને ખેતરમા રહેલો જીરુનો મોટા પાક ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. જો કે વેપારીના જણાવ્યા મુજબ ત્રણ દિવસ સુધી જીરુનો ભાવ પ્રમાણમાં થોડો નીચો હતો. પણ આજે જીરુંના મોટા મોટા ઢગલાઓની હરરાજી કરવામાં આવી હતી. જેમાં રૂ.500થી 5 હજાર જેવો ભાવ બોલાયો હતો. એટલે આજે પ્રતિ મણ દીઠ જીરુનો પાક 5 હજારમાં વેચાયો હતો. એ આ સિઝનની હાઇએસ્ટ બાબત છે. આ વખતે ઘઉંનું વાવેતર ઘટી અને ખેડૂતો જીરું તરફ વળતા છેલ્લા એમ અઠવાડિયાથી જીરુંની આવક મોરબી યાર્ડમાં વધી રહી હોય અને  ગઈકાલે 18 કિવીટલ અને આજે પણ મબલખ આવક થતા હરરાજીમાં 5 હજારનો ભાવ સારો કહી શકાય અને અમુક જીરું હવાવાળા અને નબળી ક્વોલિટીનો માલ રિજેક્ટ કર્યો હોય પણ થોડા દિવસોમાં જીરુંનો પાક સ્થિર થઈ જવાની કમિશન એજેન્ટએ આશા વ્યક્ત કરી છે.

દવા, બિયારણ, ખાતર, મજુરી પણ માથે પડશે

ખેડૂતો જણાવ્યું હતું કે, રવિ સીઝનમાં દર વર્ષે  મોરબી જિલ્લાના ખેડૂતો ઘઉંનું મોટાભાગે ઉત્પાદન કરતા હોય પણ ગત રવીની સીઝનમાં જીરુંના પાકને મણ દીઠ 12 હજાર જેવો ભાવ મળ્યો હતો. એટલે જ આ વખતે ઘઉં કરતા પણ સૌથી વધુ  જીરુનું વાવેતર કર્યું હતું.પણ વાવેતર વધવાની જીરુંના જોઈએ જેટલા ભાવ મળતા નથી. કારણ કે, જીરુંની ખેતી એકદમ મોંઘી થઈ છે. બિયારણ, ખાતર, દવા, સિંચાઈ, મજુરી કામ સહિતનો બોજો પણ જીરુંના ભાવ ઉઠાવી શકતા નથી. જો કે સરકાર જીરુંના યોગ્ય ભાવ  મળે તેવી વ્યવસ્થા નહીં ગોઠવે તો આર્થિક ભીસને કારણે ખેડૂતોને મરવાનો વખત આવશે.

80 વિધાના વાવેતર માટે 20 હજારથી વધુનો ખર્ચ કરી નાખ્યો

મોરબીના બરવાળા ગામના ખેડુત કહે છે કે, તેઓ કોઈ જણસી વેચવા આવ્યા નથી. પણ માર્કેટ યાર્ડમાં  જીરુંની કેવી સ્થિતિ છે તે જાણવા આવ્યા હતા. તેમના કહેવા મુજન આ ખેડૂતે તેમના ગામની 100 વિઘાની જમીનમાં વાવેતર કર્યું છે અને પાર્કના બગાડને બાદ કરતાં કુલ 80 વિઘા જેટલું જીરુંનું વાવેતર તૈયાર છે. એટલે જીરુંના પાકમાં અમુક રોગને બાદ કરતાં હજુ પણ મોટો જીરાનો પાક વેચીને થોડો ઘણો નફો મેળવી શકાય એમ છે. પણ આજે માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ સતત ઘટવાની સ્થિતિ સામે આવતા હવે અમારો ઘરે તૈયાર થયેલો જીરુંનો પાક વેચી શકશે ? અને ખાસ બિયારણ, દવા, ખાતર, પાણી સહિત તેમજ પાકની માવજત માટેની મજુરી કામનો પણ મોટો ખર્ચ થઈ ગયો હોય તેને બાદ કરતાં નુકશાનીની ખોટ સહન કરવી લડશે મેં, નફો મળશે ?