Saturday - May 18, 2024

વતનમાં પાકું મકાન બનાવવાની આશા સાકાર ન થવાથી યુવાને વખ ઘોળ્યું

વતનમાં પાકું મકાન બનાવવાની આશા સાકાર ન થવાથી યુવાને વખ ઘોળ્યું

રોટી કપડાં ઓર મકાન, આ ત્રણ મૂળભૂત સુવિધા ઉપર જ માનવ જીવનનું અસ્તિત્વ ટકેલું છે. પણ ઘણીબધી વખત નબળી આર્થિક પરિસ્થિતિ કે અન્ય કોઈ કારણોસર મકાન એટલે જ્યાં સુકુન મળે એવો આશિયાનો બનાવવા માટે જાત ઘસી નાખે તો  પણ એ સ્વપ્ન સાકાર થતું નથી. આવી જ એક કરુણ ઘટનામાં મોરબી મજુરી કામ માટે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતનીને તેમના વતન એટલે ગામમાં પાકું મકાન બનાવવાની ઈચ્છા અધૂરી રહી જતા એ યુવાને જાતે જ વખ ઘોળીને જીવ દઈ દીધો હતો.

મોરબી હળવદ હાઇવેની વચ્ચે આવેલ વાંકડા ગામે રહીને ખેતમજુરી કરતા પરપ્રાંતીય યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકડા ગામની સીમમાં રહીને મજુરી કરતા સાનિયા તુવસીયા નીગ્વાલ (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૨૭ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક સાનિયા નિગવાલ નામના આદિવાસી યુવાનને પોતાના વતનમાં રહેવા માટે પાકું મકાન ના હોય જેની ચિંતામાં ઉદાસ રહેતા હતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.