Sunday - Jul 05, 2026

મોરબીમાં ચેક રિર્ટન થવા મામલે યુવાનને લોખંડના પાઇપથી ફટકાર્યો

મોરબીમાં ચેક રિર્ટન થવા મામલે યુવાનને લોખંડના પાઇપથી ફટકાર્યો

 મોરબીમાં ચેક રિર્ટન થવા મુદ્દે યુવાન ઉપર ત્રણ શખ્સો લોખડના પાઈપથી તૂટી પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રોડ પર યુવાનને આંતરી કેમ મારા ભાઈએ આપેલ ચેક રિટર્ન કરાવ્યો કહી ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા અદિલભાઈ ગફારભાઈ સોલંકીએ મોરબી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને પૂનમ કેસેટ નજીક અટકાવી આરોપી અલી આરીફ કાસમાણીએ કહ્યું હતું કે, તે કેમ મારા ભાઈએ આપેલ ચેક રિટર્ન કરાવ્યો ? તેમ કહી તૌફિક આરીફભાઈ કાસમાણી અને સમીર આરીફભાઈ કાસમાણી સહિત ત્રણ શખ્સોગાળો આપી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી  યુવાને ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.