મોરબીમાં હોળી ધુળેટીની જાળ બાદ હવે ઋતુચક્ર બદલાતા આગ ઝરતી ગરમી સવારથી સાંજ સુધી હાહાકાર મચાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એમ સૂર્યજદાદા સવારના 10 વાગ્યાની સાથે જ સાંજ સુધી કોપાયમાન બની જતા હોય હવે મોરબીમાં ઉનાળાની ઋતુ મુજબ ગરમ લુથી બચવા માટે દરેક વ્યક્તિને લિબુની જરૂર પડતા હવે પરિસ્થિતિ એ હદે આવીને ઉભી રહી છે કે, લિબુના ભાવ આસમાને આંબી રહ્યા હોવાથી કોઈપણ જગ્યાએ લિબુ સરબત કે લિબુ સોડા પીવી લકઝરી સુવિધાની કેટેગરીમાં આવી ગઈ છે.
મોરબીના શાક માર્કેટમાં લિબુનો હોલસેલ તેમજ છૂટક વેપાર કરતા નાના મોટા વેપારીઓ લિબુની ખરીદી કરવા આવેલી મહિલા કે યુવાનો કે પુરુષોને લિબુના એટલા ઉંચા ભાવ કહે છે કે તે ભાવ સાંભળીને હ્ર્દય અંદર ધરબાયેલો કચવાટ સામેની કોઈપણ વ્યક્તિ હોય એના ચહેરા અને મુખ પર બહાર નીકળે છે અને લિબુના અત્યારે આજના શાક માર્કેટમાં હોલસેલમાં ચાલતા ભાવ મુજબ 150થી 200 રૂપિયા સુધીના છે. એક અઠવાડિયા પહેલા કિલોના 50 કે 60 રૂપિયા માત્ર હતા અને લિબુની એટલી મોટી ડિમાન્ડ નીકળી કે લિબુના ભાવ સોના જેવા થઈ ગયા અને એટલે સામાન્ય વર્ગ માટે તો લિબુ ખરીદવું મુશ્કેલ બન્યું છે.
લિબુ મોંઘા થતા ગ્રાહકો ઘટ્યા
મોરબી શાક માર્કેટમાં લિબુ સહિતની શાકભાજીના હોલસેલ વેપારી નકુલભાઈ સુરેશભાઈએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં જ આખું ચિત્ર પલટાય ગયું છે. અઠવાડિયામાં પહેલા લિબુ સાવ સસ્તામાં મળતા અને થોડા જ દિવસમાં લિબુ દુર્લભ બની ગયા છે. આવકમાં પણ તકલીફ અને જાવકમાં પણ તકલીફ છે. એટલે લિબુની ખરીદીમાં પણ અડધોઅડધ કાપ મુકાય ગયો છે. જેથી હોલસેલના વેપારીઓ પણ મુશ્કેલી પડી રહી છે. લિબુના હાલ 120, 150 અને 200ની આસપાસ છે.
લિબુ સોડા અને લિબુ સરબતના ભાવ યથાવત જ રાખ્યા
શહેરમાં ઠેરઠેર લિબુ સરબત અને લિબુ સોડાની દુકાનો અને રેકડીઓ આવેલી હોય તેમાં આ લોકોને લિબુના ભાવ વધતા મોટી ખોટ પડી રહી છે. લિબુ સોડા અને લિબુ સરબતની દુકાન ધરાવતા જાહિદભાઈએ કહ્યું હતું કે, લિબુના ભાવ એક અઠવાડિયાથી વધી ગયા હોય પણ દુકાન બંધ રાખી નથી અને મોંઘા ભાવે જ લિબુ ખરીદીને સોડા અને સરબત વેચે છે. લિબુના ભાવ 200 જેટલા હોવા છતાં લિબુ સોડા કે લિબુ સરબતના ભાવ વધાર્યા જ નથી. આ ગરમીમાં ખોટ ખાઈને ધંધો કરીને લોકોની દુવા મેળવીએ છીએ.
200ના ભાવે જ લિબુ વેંચતા મોટાભાગના વેપારીઓ
લિબુના હોલસેલ યુવરાજ સુરેલાએ જણાવ્યું હતું કે, મોટાભાગના વેપારીઓ 200 રૂપિયે કિલો લિબુ વેચે છે. લિબુના ભાવ હજુ પણ ખૂબ ઉંચા હોય ત્યારે ગ્રાહકો ઘટી ગયા છે. લિબુ સરબતની દરેક જગ્યાએ માંગ હોય એકાએક ઉનાળો શરૂ થતાં લિબુની ડિમાન્ડ વધવાની સાથે સંગ્રહખોરોનો પણ ત્રાસ વધ્યો છે. જેથી લિબુની જે શોટેજ સર્જાઈ છે. એમા નાના માણસોને ભારે હેરાન થવું પડે છે.