Thursday - Apr 16, 2026

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાને ભલે એકપણ બેઠક મળી ન હોય તેમ છતાં આ ચૂંટણીમાં મોરબી જિલ્લાની સીમાડે જોડાયેલી ચાર બેઠક એટલે મોરબી રાજકોટ, કચ્છ મોરબી, કુવાડવા વાંકાનેર અને જામનગર, આમરણ ચોવીસીના મતદારો સંસદીય બેઠકના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. હકીકતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જે રીતે લોકસભાની ચૂંટણીનો માહોલ બંધાયો છે તેવો માહોલ અન્ય નગરપાલિકાઓ અને નાના સેન્ટરોમાં જરાય છવાયેલો નથી. મતદારોમાં જરાય ઉત્સાહ નથી. જો આવો ને આવો ઉત્સાહ રહેશે તો તેના મતદાનની ટકાવારી પર અસર કરશે. તેથી આ વખતે ચૂંટણી ક્યાં મુદ્દે લડાશે ? તે અંગે અલગ અલગ ક્ષેત્રેના અગ્રણીઓએ શાસક પક્ષે  જ્ઞાતિવાદ, વિકાસ અને રામ મંદિર તેમજ વિપક્ષ એટલે કોંગ્રેસ ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે કાવાદાવાના દાવપેચ લડશે

રામ મંદિર જ ચૂંટણીનો મહત્વનો મુદ્દો રહેશે

એડવોકેટ ધર્મેન્દ્રભાઈ બારેજીયાએ કહ્યું હતું કે, હાલ લોકશાહીનો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હોય એમાં વર્ષોની પેટર્ન મુજબ નેતાઓ  મેદાને આવી એકબીજા કાદવ કીચડ ઉંછાળતા હોય ત્યાં તંદુરસ્ત રાજનીતિની અપેક્ષા રાખવી પણ કલ્પના જેવી છે. આ ચૂંટણીમાં ધાર્મિક એટલે રામ મંદિરનો મુદ્દો છવાઈ જશે. આવી ગંદી રાજનીતિમાં કમળ ખીલે એમ સારી સરકાર અને સારા નેતાની આશા માટે મતદાન તો બધાએ અવશ્ય કરવું જોઈએ. સ્વ નહિ પણ દેશનો વિકાસ કરે એવા નેતાઓ આગળ આવે તો દેશનું ભલું થશે.
 

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

ગંદકી વચ્ચે કમળ ખીલ્યું હોય તો એની સુંગધ મુરજાય જવી ન જોઈએ

મેડિકલ સ્ટોરની સાથે જાહેર હિતના મૂળ ઉઠાવતા સતીશભાઈ કાનાબારએ જણાવ્યું છે કે, વર્ષોથી મામા શકુની જેવી કુટિલ રાજનીતિ થઈ ગઈ છે.ગંદકીમાં કમલ ખીલ્યું હોય તો એની મહેક ગંદકી કરતા પણ ચડિયાતી હોય છે. એટલે ગંદકીમાં આ સોનામહોર સમાન ખીલેલી ગુલાબની મહેકને જરાય દાગ લાગવો જોઈએ નહીં અને વધુને વધુ ગુલાબ ખીલશે એમ સાચી દિશામાં લોકો મતદાન કરશે તો એક દિવસ એવો પણ આવશે કે, આખા દેશમાં રામ રાજ્ય સ્થપાય જશે.

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

પ્રજાના કામો કરે એવા નેતાઓને મત આપશું તો આપણાની સાથે દેશનું ભવિષ્ય પણ સુધરશે

સી.એ. દિનેશભાઇએ જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં ગ્રામ પંચાયતથી લઈ દેશની સંસદની ચૂંટણીમાં દરેક નાગરિકે મત આપવો જોઈએ.એટલું જ આપણે જેને મત આપીએ છીએ એ માણસ નેતા બનવાને લાયક છે કે નહીં ? અને અને પહેલીવાર નેતા થતો હોય તો એ ભાઈની માણસાઈની પરીક્ષા લઈ લેવી જોઈએ, આ બધી જ પ્રક્રિયા આપણે જ કરીશું તો આપણને સારો નેતા મળશે અને ખરાબ નેતા કે ખોટી સરકાર મળવી એમાં આપણે કહું જ જવાબદાર છીએ. વિશ્વાસ ન આવતો હોય તો અગાઉની ચૂંટણીમાં આપણું કેવું વલણ રહ્યું તેનો માપદંડ કાઢીશું તો આપણી જ ભૂલ દેખાશે. માટે ભૂલનું પુનરાવર્તન ન કરવું.

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

જ્ઞાતિવાદ હવે ઓવર થઈ રહ્યો એને નાબૂદ કરો

જીતુભાઇ ચાવડા  નામના નાગરિકે જણાવ્યું હતું કે, ખરેખર હવે જ્ઞાતિવાદનો ડોઝ ઓવર થઈ રહ્યો છે. હવે જમાનો એ હદે બદલી રહ્યો છે કે અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં પાડોશમાં કોણ રહે છે એની બીજાને ખબર નથી હોતી. જ્યારે આપણાં જેવા નાના સેન્ટરમાં જ્ઞાતિવાદ એવો દુષમન છે કે માણસાઈ નિભાવવામાં અવરોધ રૂપ બને છે. ખરેખર સૌથી મોટો માનવ ધર્મ છે અને આ જ્ઞાતિવાદ તેંહ ધર્મવાદ નેતાઓની ગંદી રાજનીતિની ઉપજ છે. જેને હવે ભૂલી જવી જોઈશે. દરેક વ્યક્તિ પોતાની જાત હિન્દુસ્તાની એટલે ઇન્ડિયન ગણાવશે ત્યારે સાચા ભારતના દર્શન થશે.

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ

જેટલા વચનો આપે એની સામે 20 ટકા કામ કરે તોય સારું

જાણીતા મહિલા તબીબ ડો. હેમાબેન પટેલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદથી રાજકારણ મિશન મટીને કમિશન બની ગયું છે. જાહેરમાં એકબીજાને નીચે ઉતારી પાડવા  કોઈ કસર બાકી ન રાખવી અને અંદર ખાને તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની જેમ કુંડળીમાં ગોળ ભાંગી લેવાય છે. જો વર્ષોથી આજની દ્રષ્ટિએ લોકસભાની ચૂંટણી કોઈ  પરિવર્તન આવ્યું હોય તો એ પરિવર્તન મતદાન પ્રક્રિયામાં આવેલી આધુનિક ટેકનોલોજી  છે. બાકી રાજનીતિ તો એવી ને એવી જ રહી છે. એમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ નેતાઓ વચનોની એટલી હદે લાહણી કરે છે કે, આટલી બધી વચનોની ભરમારમાં 20 ટકા કામ કરે તો પણ ઘણું બધું કહેવાય.

આગામી પેઢી એટલી સશક્ત અને બુદ્ધિજીવી હશે કે, કોઈની જરાય સાડી બાર પણ ચાલશે નહિ