મોરબીમાં જમીન મકાનની દલાલી કરતા બિલ્ડરો અને નવા મકાન કે ધંધા માટે ઓફિસ, દુકાન અને કારખાના તેમજ સારા ફ્લેટ લેનાર લોકો છેલ્લા એક અઠવાડિયાથી દસ્તાવેજોની કામગીરી કરાવવા સબ રજિસ્ટ્રાર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. પણ માર્ચ એન્ડીગ હોવાથી મોટા પ્રમાણમાં દસ્તાવેજ નોધણી માટે લોકોનો ધસારો થતા થોડી વ્યવસ્થા સર્જાઈ હતી. છેલ્લા એક સપ્તાહથી દસ્તાવેજ નોધણી માટે તમામ ટોકન ફૂલ થઈ ગયા છે.
મોરબીના તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ છેલ્લા એક અઠવાડિયાથી લોકો જમીન -મકાનો સહિતની પ્રોપર્ટીના દસ્તાવેજ બનાવવા માટે ભારે ધસારો કરી રહ્યા છે. માર્ચ એન્ડીગ નજીક હોય અને માર્ચ પછી શરૂ થતું નવું નાણાકીય વર્ષ કદાચ અપશુકનિયાળ બને તો તેમજ ભાવ પણ વધે તો એટલે આ બધી જ કડાકુટને કારણે લોકો માર્ચ એન્ડીગ પહેલા જ ટોકન ખરીદવા પહેલા લાઈનમાં ઉભા રહો બાદ ટોકનમાં આપેલા બીજી તારીખના ટાઈમે વકીલ અને દસ્તાવેજના તમામ કાગળિયા સાથે જઈને દસ્તાવેજ નોધણીની કામગીરી થઈ રહી છે.જેમાં એક અરજદારે કહ્યું હતું કે, જમીનનો દસ્તાવેજ બનાવવા માટે એક સપ્તાહ પહેલા ઓનલાઈન ટોકન લીધુ બાદ આજે દસ્તાવેજ નોધણીનો વારો આવતા તેઓ દસ્તાવેજ નોધણી કરી રહ્યા છે. રોજ ત્રણ સ્લોટમાં 175 થી વધુ લોકોના દસ્તાવેજ બનતા હોય પણ હવે 200થી વધુ દસ્તાવેજ થતા ચોથો સ્ટોલ ખોલી નાખ્યો છે.આથી સવારે વહેલી આ કચેરી શરૂ થતી હોય અને સાંજે 5 વાગ્યે આ કામગીરી બંધ થઈ જાય છે. આ અંગે સબ રજિસ્ટ્રાર જાડેજાએ જણાવ્યું હતું કે, પુરા થઈ રહેલા નાણાકીય વર્ષમાં ઘણા લોકોએ જમીન-મકાન ક્ષેત્રે મોટો મોટા પ્રોજેક્ટ કરતા છેલ્લી ઘડીએ દસ્તાવેજ બનાવવાની કામગીરી વધતા 4 થો સ્લોટ ખોલી નાખ્યો છે.