Sunday - May 26, 2024

300 વર્ષ પુરાણા ગામમાં વરસાદ હોય તો મેડી નહિ તો કુબો ની જેમ વર્ષામેડી નામ પડ્યું

300 વર્ષ પુરાણા ગામમાં વરસાદ હોય તો મેડી નહિ તો કુબો ની જેમ વર્ષામેડી નામ પડ્યું

તંત્ર દ્વારા  પાણીની લાઈનમાં છેક છેલ્લે રહેતા વ્યક્તિને પણ પાણી મળી રહે એ રીતે પૂરતા પ્રેશરથી પાણી ન છોડાતા અને વચ્ચેથી ઘણા લોકો પાણી ખેંચી લેતા હોવાથી વર્ષામેડી ગામના લોકોની રાડ નીકળી ગઈ

મોરબી: મોરબી જિલ્લાના છેવાળાના તાલુકા માળિયા મિયાણના એક ગામની વધુ એક કડવી વાસ્તવમાં સામે આવી  છે. ભાજપની સરકાર વખતે અગાઉ ગામડાઓનો ઉધાર કરવા માટે ગોકુળિયું ગામ સહિતની અનેકવિધ યોજનાઓનો અમલ કર્યો હોય પણ સ્થળ પર  કામ કરનાર કોન્ટ્રાક્ટર અને આ કામ જેને જેને લાગુ પડતું હોય એ સરકારી વિભાગના સરકારી બાબુઓ સાથે મિલીભગતથી મલાઈ તારવી લીધી હોય પછી કામ માટેની કુલ ગ્રાન્ટમથી થોડી જ રકમ બચતી હોય એનાથી કામ સરવાળે નુકસાન કારક જ થાય છે. આવી જ હાલત માળિયાના વર્ષામેડી ગામની હાલત છે.

માળિયા તાલુકાના વર્ષામેડી ગામના સરપંચએ જણાવ્યું હતું કે, તેમનું ગામ અંદાજીત 300 વર્ષ જૂનું ગામ હોય  અને આ ગામમાં એ સમયથી જ વરસાદ હોય તો મેડી અને વરસાદ ઓછો થયો હોય તો કુબો એમ નક્કી કરીને આ ગામનું નામ વર્ષામેડી ગામ રખાયું હોય તેમજ હાલ સરકારી ચોપડે ગામની 1100થી પણ વધુ વસ્તી હોય પણ આ ગામ પાસે  દરિયા કિનારો હોવાથી ખારાશને કારણે ખેતીની જમીન ફળદ્રુપ ન રહી હોય ઘણા લોકો મીઠાના અગરો બનાવીને મીઠાનું મોટાપાયે ઉત્પાદન કરે છે. જો કે ખેતી, આગરિયાની મજૂરી તેમજ પશુપાલનનો નિભાવ, આ ગામ પાસે અનેક નાના મોટા મીઠા ઉદ્યોગ આવેલા હોવાથી ગામના ઘણા લોકો તેમની સાથે જોડાઈને મીઠાના હમણાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં મીઠા અગરો બનાવી ગરમ ફરફોલા ઉપડતા ખારાશવાળા દરિયાના પાણીમાં પગ મૂકીને કાળી મજૂરી કરે છે. આમ છતાં આ લોકોને શુદ્ધ પાણી પીવાનું મળતું નથી. ગામમાં પ્રાથમિક શાળા, આગણવાડી, લાઈટ, ગટરની સારી સુવિધાઓ છે. પણ રોડ રસ્તા અમુક હજુ ખરાબ હોય એ બાબતે રજુઆત ચાલી રહી હોય પણ આ ગામને વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન ભારે સળગતો કહેવાય, જેમાં આ ગામ છેવાડાનું ગામ હોય એટલે તેમના ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. જ્યાંથી પાણી છોડવામાં આવે ત્યાંથી જ વચ્ચે વચ્ચે ઘણા લોકો પાણી ખેંચી જાય છે. એટલે ફૂલ પ્રેશરથી પાણી છોડવામાં આવે તો આ વર્ષામેડી ગામને પાણી પહોંચે એમ છે. આ ઘણા સમયથી  સ્થાનિક તંત્રથી માંડી ઉચ્ચ કક્ષાએ એટલે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવા છતાં પાણી પ્રશ્ન હજુ પણ વિકટ હોય મહિલાઓને ખારા રણમાં ક્યાંય જો મીઠો વીરડો મળી જાય તો ત્યાંથી પાણી પીવા માટે મેળવી શકાય એવી આશાએ ભટકતી રહે છે અને આવી અનેક આશા સાથે ઉનાળાના ખરા બપોરે રણમાં ભટકવું એ એકદમ નિરાશાભર્યું છે. જ્યારે ઓવરલોડ ભારે વાહનને કારણે રોડ તૂટી જતા ગામલોકોએ તેમની સલામતી જળવાય રહે તેવા પગલાં ભરી મજબૂત સીસીરોડ બનાવવાની માંગ કરી છે.