Saturday - Aug 01, 2026

મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અગમચેતીના પગલાં લેવાની સૂચના

મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોને અગમચેતીના પગલાં લેવાની સૂચના

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને લઈને પાકને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ખેડૂતોને પાક અને ખેતીની કામગીરી અંગે તકેદારી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદની સ્થિતિમાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવા, ખેતરમાં ઉભા પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તેમજ વરસાદ દરમિયાન ખેતરમાં જવાનું ટાળવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોને હવામાનની આગાહી અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર સતત નજર રાખવા જણાવાયું છે. ભારે વરસાદની સ્થિતિમાં પાકના રક્ષણ માટે અગાઉથી જરૂરી વ્યવસ્થા કરી રાખવા તેમજ ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તેનો ઝડપથી નિકાલ થાય તે માટે પગલાં લેવા માર્ગદર્શનમાં જણાવાયું છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખેડૂતોને સાવચેતી રાખવા અને પાકના રક્ષણ માટે સમયસર જરૂરી પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે.