Saturday - Aug 01, 2026

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર લઘુશંકા કરવા ગયેલા યુવકને બસે અડફેટે લેતા મોત

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર લઘુશંકા કરવા ગયેલા યુવકને બસે અડફેટે લેતા મોત

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર પાર્ક થયેલી બસની પાછળ લઘુશંકા કરવા ગયેલા યુવકને બસના ચાલકે આગળ પાછળ.જોયા વગર બસ ચાલુ કરી દેતા બસની અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસના જોટા હેઠળ આવી ગયેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

મોરબી નજીક બેલા ગામે આવેલ પેકેજીગના કારખાનામાં નોકરી કરતો મૂળ નેપાળના વતની ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બંડુવાલ નામનો યુવાન સાતેક દિવસ પહેલા કારખાનામાં રજા હોવાથી મોરબી શહેરમાં ખરીદી અર્થે આવ્યો હતો અને આ યુવાન મોરબીના રેલવે સ્ટેશન રોડ પર કબ્રસ્તાન નજીક સાતેક દિવસ પૂર્વેજી જે 03 5436 નબરની દર્શન યુનિવર્સિટીની પાર્ક થયેલી બસ પાછળ લઘુશંકા કરવા ગયો હતો. આ દરમિયાન આ બસના ચાલકે આગળ પાછળ જોયા વગર બેદરકારી દાખવીને બસ ચાલુ કરી દેતા બસની પાછળ લઘુશંકા કરતા આ યુવાન ઉપર બસના વહીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલા પેકેજીંગના કારખાનામાં નોકરી કરતા તેના કૌટુંબિક ભાઈએ બસના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.