મોરબીની નવયુગ કોલેજમાં આજે પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો જેમાં ડૉ. જે. જે. રાવલ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી છે તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈ ના ડિરેક્ટર રહી ચુક્યા છે, હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલી ના પ્રેસિડેન્ટ છે આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ. એમ. શાહ બી.એડ. કોલેજ ના પૂર્વ પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા.
આજે જે.જે.રાવલ દ્વારા બ્રમ્હાંડની માહિતીનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં ઘણી બધી શોધ નું મૂળ ભારત છે. સૂર્ય વિશે માહિતી, lagrange point વિશે માહિતી, ભારતના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ,,બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી , અભિમાન ના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓ ને આપી હતી. આ સેમિનાર સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા.