મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન તરફ જતા માર્ગ ઉપર પાવર હાઉસ સામે આવેલ ખરાબામાંથી અંદાજે 45થી 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. મૃતકે ગુલાબી શર્ટ, કાળું પેન્ટ અને અંદર કાળા કલરનું આખી બાઈનું ટિશર્ટ પહેર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.