Thursday - Apr 16, 2026

પુત્રને કામધંધો કરવાનું પણ ન કહેવું : પિતાના ઠપકાથી પુત્રએ ફાની દુનિયા છોડી દીધી

પુત્રને કામધંધો કરવાનું પણ ન કહેવું : પિતાના ઠપકાથી પુત્રએ ફાની દુનિયા છોડી દીધી

મોરબીના ખાખરાળા ગામે એક આઘાતજનક ઘટના બહાર આવી છે. જો કે આત્મ હત્યાની ઘટના હોય એટલે આપણી બધાની સંવેદના બુઠી થઈ ગઈ કે આવા ઘટનાઓમાં થોડીવાર દુઃખ પ્રગટ મરી બધું જ ભૂલી જવાય છે. ત્યારે મોરબીમાં વધુ એક આઘાતજનક ઘટનામાં પિતાએ પુત્રને કામધંધો કરવાનું કહેતા પિતાના કડવા વેણ સહન ન થતા તેણે આ ફાની દુનિયા છોડી દીધી છે.

મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ઉધોગનગરમાં રહેતા સંકેતભાઇ કિશોરભાઇ વણોલ ઉ.વ.21 નામના યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવાનું કહેતા આ યુવાનના મગજમાં એવું ઠસય ગયું કે, પિતાએ જાણે જીવન અને મરણ વચ્ચેના જંગની વાત કહી હોય. એટલે આ યુવાનને પિતાના કડવા વેણ સહન ન થતા લાગી આવતા પોતાના વતન ખાખરાળા ગામે સંકેતભાઈએ ગત.તા.24ના રોજ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.