Sunday - May 19, 2024

મોરબી નજીક સજોડે આપધાતના પ્રયાસની ઘટનામાં પરિણીત પ્રેમી સામે પ્રેમીકાની હત્યાની ફરિયાદ દાખલ

મોરબી નજીક સજોડે આપધાતના પ્રયાસની ઘટનામાં પરિણીત પ્રેમી સામે પ્રેમીકાની હત્યાની ફરિયાદ દાખલ

 મોરબી તાલુકાના નાની વાવડીથી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે નાની વાવડી ગામની સીમમાં થોડા સમય પહેલા એક યુગલ ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા મહિલાનું ઝેરી દવા અને બાદ પેટ્રોલ છાંટી દેતા ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં મૃતક મહિલા સાથે રહેલા યુવાનને પણ ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડાતા આ પ્રેમ પ્રકરણમાં જુદો જ વણાંક સામે આવ્યો છે. જેમાં સારવાર હેઠળ રહેલા પરિણીત પ્રેમી સામે તેની પ્રેમીકાને બળજબરીથી દવા પીવડાવી પેટ્રોલ છટી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં શરૂઆતથી જ બે પરિવારો વચ્ચેના સંઘર્ષની નોંધાયેલી સતાવાર વિગતો મુજબ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશનથી આગળ આવેલ ભડીયાદ રોડ પર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતી પરણીતા સંતાનની માતા હોવા છતા ત્યાંજ રહેતા જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર નામના પરિણીત અને સંતાનોના પિતા છતાં બે વચ્ચે પ્રેમના નહિ પણ વાસનાના અંકુર ફૂટ્યા હતા. આ બન્ને પરિણીત પ્રેમી યુગલે પોતાના પતિ કે પત્ની તેમજ બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર પોતાનો પ્રેમાંધનો હેતુ સાધી થોડા સમય પહેલા આ બન્ને પરિણીત પ્રેમી યુગલે નાની વાવડીથી બગથળા વચ્ચે હનુમાનજીના મંદિર પાસે ઝેરી દવા પીઘ બાદ પણ મોત ન મળતા પેટ્રોલ છાંટી દેતા મહિલાનું મોત નીપજ્યું હતું. જે તે સમયે પરિણીત યુવક પણ ગંભીર હાલતમાં હોય તેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. દરમિયાન આજે મૃતક પરણીતાના પતિ દેવજીભાઈ પ્રવિણભાઇ પરમારએ આરોપી જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ આરોપી જયોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર, તા.મોરબી વાળોને ફરીયાદીના પત્નિ સાથે કોઇ મનદુખ થતા, ફરીયાદીના પત્નિ સંગીતાબેનને ધરારથી કોઇ ઝેરી દવા પાઇ, શરીરે કોઇ જવલનશીલ પ્રવાહી છાટી, કોઇ રીતે સળગાવી દઇ મારી નાખી હત્યા કરી હતી. જથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પતિ દેવજીભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૩૨૮ તથા એટ્રોસીટી એક્ટ ની કલમ – ૩(૨)(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.