Sunday - Jul 05, 2026

મોરબીની જીવાદોરી મચ્છુ ડેમ ખાલી થવાથી પ્રજા પર પાણી કાપનો ડામ

મોરબીની જીવાદોરી મચ્છુ ડેમ ખાલી થવાથી પ્રજા પર પાણી કાપનો ડામ

 મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી બધું જ પાણી છોડી દેવાતા પ્રજા ઉપર પાણી કાપનો કોરડો વિઝાયો છે. નગરપાલિકાએ મોરબીવાસીઓને એકાતરા પાણી આપવાનું જાહેર કર્યું છે. ડેમ ખાલી કરતી વખતે પાણીની જનતા ઉપર અસર નહિ થવાનો દાવો કરતી પાલિકા આજે ખોટી ઠરી હોય એમ ચીફ ઓફિસરે એકાંતરા પાણી વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.20 ને સોમવારથી શહેરમાં એકાંતરે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ કે દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.