Saturday - May 09, 2026

મોરબીમાં કાળઝાળ ગરમીને પગલે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

મોરબીમાં કાળઝાળ ગરમીને પગલે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

મોરબી : હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પક્ષીઓને પીવા માટેનું પાણી મળી રહી તે માટે મોરબીમાં મયુર નેચર કલબ દ્વારા આજે કે.કે. સ્ટીલ, રામ ચોક ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો તરફથી સારો સહકાર મળતા માત્ર બે કલાકમાં જ 1500 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે. થોડા દિવસ પહેલા જ ચકલીના માળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસી વિવાહ અંતર્ગત તુલસીના છોડનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઘરે ઘરે પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહે તે માટે નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં કાળઝાળ ગરમીને પગલે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ