Saturday - May 09, 2026

મોરબી જિલ્લામાં આજે 11 સ્થળે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયા

મોરબી જિલ્લામાં આજે 11 સ્થળે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયા

મોરબી જિલ્લામાં આજે તારીખ 13 એપ્રિલને રવિવારના રોજ સેવા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીના ઉપક્રમે સમાજિક સમરસતાના ભાગરૂપે અલગ અલગ 11 સ્થળે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આજે 13 એપ્રિલ ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના વિવિધ 11 સ્થળ જેવા કે ભીમસર -રોટરી બાલમંદિર, મોરબી-2, સો-ઓરડી - વરિયા મંદિર, મોરબી-2, ભડિયાદ - વિધાનગર સોસાયટી, ભડિયાદ રોડ, મોરબી-2, બૌધનગર - હનુમાનજી મંદિર, આંગણ વાડી, મોરબી-2, શોભેશ્વર - બ્લોક નં-72, મેલડીમાં મંદિર પાછળ, મધુસ્મૃતિ સોસાયટી,  રોહિદાસપરા – ડો. બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય, રોહિદાસપરા, વજેપર - રામજી મંદિર,વજેપર, લીલાપર - બોરીયાપાટી પ્રાથમિક શાળા, લીલાપર, માધાપર- નવી સતવારા સમાજની વાડી, માધાપર, ગોકુલનગર- મોટેશ્વર મહાદેવ મંદિર, ગોકુલનગર પાછળ, મોરબી, ટંકારા- ચિત્રકુટ ધામ, ઉગમણા નાકે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમજ દર્દીઓના રોગનું સચોટ નિદાન કરીને દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના સંયોજક પુષ્પરાજસિંહ જાડેજા, સહ સંયોજક કૃષપભાઈ રાઠોડ, ભાર્ગવભાઈ ભાટીયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.