Saturday - May 09, 2026

મોરબીના ભવાઈ કલાકારને મોરારીબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

મોરબીના ભવાઈ કલાકારને મોરારીબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

 હનુમાન જન્મોત્સવ પર્વ નિમિત્તે તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે કલા ક્ષેત્રના સંગીત ગાયન, વાદન, નૃત્ય અને અભિનય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના ભવાઈ કલાકાર પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજાને નટરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 

મોરબીના ભવાઈ કલાકારને મોરારીબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજા શિક્ષણ, ગાયન, વાદન, નૃત્ય, અભિનય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરેલ એ હેતુથી તેઓને નટરાજ એવોર્ડથી તલગાજરડા મુકામે સન્માનીત કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, તાજેતરમાં જ રાજ્યપાલ દ્વારા પણ પ્રાણજીવનભાઈને સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓ અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તથા તેમનું વિશ્વ પ્રખ્યાત સ્વામી વિવેકાનંદ ભવાઈ ગૃપ દેશ-વિદેશમાં કલાના કામણ પાથરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.
ત્રણ કલા સાધકને નટરાજ એવોર્ડ મળ્યો હતો. જેમાં પ્રાણજીવનભાઈ પૈજા, મહાભારતના પ્રખ્યાત અર્જુન અને સનત વ્યાસજીને મળ્યો છે. આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત ફિલ્મ કલાકાર, સિરીયલ કલાકાર, લોકકલા સાધક દેશ વિદેશથી હાજર રહ્યા હતા.