Tuesday - Sep 15, 2026

મોરબી નઝરબાગ લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ૧૧૨૦ સ્કૂલબેગનું વિતરણ.

મોરબી નઝરબાગ લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ૧૧૨૦ સ્કૂલબેગનું વિતરણ.

મોરબી: મોરબીની લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા શનિવારે ૫ સરકારી પ્રાથમિક શાળાઓના શ્રમિક પરિવારોના બાળકો માટે સ્કૂલબેગ વિતરણ પ્રોજેક્ટ યોજાયો હતો. ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બાળકોના જન્મદિવસે ભેટ આપવાની પરંપરા અંતર્ગત, આ વર્ષે દાતા સભ્યો દિનેશભાઈ વિડજા અને કીર્તિભાઈ રવાણીના સહયોગથી કુલ ૧૧૨૦ સ્કૂલબેગ શાળાઓના આચાર્યોને સોંપવામાં આવી હતી, જે દરેક વિદ્યાર્થીને તેમના જન્મદિવસે અપાશે.
 
મોરબી નઝરબાગ લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ૧૧૨૦ સ્કૂલબેગનું વિતરણ.

કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન ડૉ. રવિન્દ્રભાઈ ભટ્ટે કર્યું હતું. પ્રમુખ સચિન કોટેચાએ સ્વાગત પ્રવચન, સેક્રેટરી અલ્પેશભાઈ પુજારાએ સંચાલન અને ટ્રેઝરર જશવંતભાઈ મીરાણીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ક્લબના સભ્યો અને શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.