Thursday - May 07, 2026

ગટરના 25 જેટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છતાં તંત્ર બેધ્યાન

ગટરના 25 જેટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છતાં તંત્ર બેધ્યાન

મોરબી માળીયા બાયપાસ હાઇવે ઉપર કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા ગટર અંદર 15થી 20 ફૂટ ઊંડો ભૂગર્ભનો ખાંડો હોય તેવો લાકડાનો પોલ આ ગટરમાં ઉભો કરવામાં આવ્યો હતો. જેથી લોકો અકસ્માતથી બચી શકે. આ સ્થળે ભૂગર્ભના અનેક ઢાંકણા તૂટી જતા કોંગ્રેસે તંત્ર સામે મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગટરના 25 જેટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છતાં તંત્ર બેધ્યાન

કોંગી અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, મોરબી માળીયા બાયપાસ ઉપર છેલ્લા 8 વર્ષથી હાઇવે બન્યો છે  હજારો લોકો હાઇવે ઉપર પસાર થાય છે.છેલ્લા કેટલાક વર્ષોથી આવું બન્યું જ નથી. આ ભૂગર્ભના ઢાંકણા એ ભાજપનો ભ્રષ્ટાચાર દર્શાવે છે. ગટરના 25 જેટલા ગટરના ઢાંકણા તૂટી ગયા છતાં તંત્ર બેધ્યાન છે. ગતરાત્રે આ 15 ફૂટ ઉડી ગટરમાં આહિના બાળક સાથે ચાલીને જતા એક ભાઈ પડી ગયા હતા.જો કે આટલી ઉડી ભૂગર્ભનું કુંડીમાં ઉડામાં કોઈ પડે તો જીવતા બહાર ન નીકળે. તેથી દરરોજ અનેક વાહનો આ ખુલ્લી મોતના કુવા સમાન કુંડીમાં ફસાય છે અને હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રોડની સાઈડમાં ગટર નાખવી જોઈએ એના બદલે રોડની વચ્ચોવચ ગટર નાખી અને હવે મોતના કુવાની જેમ ખુલ્લી છોડીને ભયજનક હાલતમાં મૂકી દીધી છે.ચીફ ઓફિસરે કહ્યું હતું કે વહેલાસર ગટરના ઢાંકણા નાખી દેવાશે પણ તેમનું આ વચન પોકળ ઠર્યું છે. મજબૂત ઢાંકણા નહિ નખાય તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. શહેરના દરેક મુદ્દે આગામી 9 તારીખે કોંગ્રેસની ન્યાયયાત્રા છે. ત્યારે 10મી સુધી અહીંયા ગટરના ઢાંકણા નહિ નખાય તો કોંગ્રેસ લોકોને સાથે રાખીને ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી છે.