Sunday - Jun 21, 2026

મોરબીમાં રાત્રે જમીને ઉભા થયા બાદ ઉલ્ટી થતા યુવાનનું મોત

મોરબીમાં રાત્રે જમીને ઉભા થયા બાદ ઉલ્ટી થતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામ નજીક આવેલ એકપુરા પોલીપેક કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા સેતાનભાઇ વેલસિંગ ડામોર ઉ.વ.27 ગઈકાલે રાત્રે જમીને ઉભા થયા બાદ અચાનક ઉલટી થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. માત્ર 27 વર્ષની એકદમ નાની ઉંમરે સામાન્ય ઉલ્ટી થયા બાદ દમ તોડી દેતા તેના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.