Wednesday - May 06, 2026

ઝુલતાપુલ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ

મોરબીની ઝુલતાપુલ દુર્ઘટના, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ, સુરતની તક્ષશીલા કાંડ અને વડોદરા હરણી બોટ કાંડ સહિતની કંપારી છુટી જાય તેવી ભયાનક ઘટનના પીડિતોને ખરા અર્થમાં ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રા આજથી શરૂ કરવામાં આવી છે. આ ન્યાયયાત્રા આજે મોરબીના દરબાર ગઢ પાસેથી નીકળી હતી. જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વળગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલ અંબાલિયા સહિતના કોંગ્રેસના ધુરંધરો અને મોરબી જિલ્લાના કોંગ્રેસના નેતાઓનો કાફલો અને પીડિત પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રામાં દુર્ઘટનાના પીડિતો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, તેમજ કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના જોડાયા હતા. ગુજરાતમાં છેલ્લી પાંચ છ દુર્ઘટનાઓમાં મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુઆક વધુ હોવાથી મોરબીથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બને અને પીડિતોને ન્યાય મળે તેવો જ આ યાત્રાનો ઉદ્દેશ્ય છે તેમ મેવાણીએ જણાવ્યું હતું. આ યાત્રામાં માજી ધારાસભ્યો, અલગ અલગ જીલ્લામાંથી આવેલા લોકો સહિતનો મોટો કાફલો જોડાયો હતો. આ યાત્રા મોરબીથી ટંકારા,વાંકાનેર,રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર સહિત જુદાજુદા સ્થળે ફરીને ન્યાયયાત્રા 22મીએ ગાંધીનગર પહોંચશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચનાથી આ યાત્રા ગુજરાતભરમાં પરિભ્રમણ કરશે.યાત્રા શરૂ થાય એ પહેલા દરબાર ગઢ ચોકમાં ક્રાંતિસભા યોજાઈ હતી. જેમાં જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર આકરા પ્રહાર સાથે તેજાબી પ્રવચન આપ્યું હતું.

ઝુલતાપુલ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ
ઝુલતાપુલ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ