Friday - Jul 03, 2026

મોરબી નોટરી એસોસિએશનના હોદેદારોની વરણી

મોરબી  નોટરી એસોસિએશનના હોદેદારોની વરણી

મોરબી જિલ્લા નોટરી એસોસિએશનની આજે સાધારણ સભા મળી હતી. જેમાં મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ તરીકે બી.કે. ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે ખુશ્બુબેન કોઠારી, સેક્રેટરી તરીકે ભાગ્યા રમેશભાઈ આર., જો. સેક્રેટરી  મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ  સરાડવા અશોકભાઈ, જો. સેક્રેટરી વિરેનભાઈ મહેતા અને કારોબારી સભ્યો તરીકે નિર્મલસિંહ જાડેજા,  હિરેનભાઈ નિમાવત,  કીરીટ પટેલની નિમણુંક કરવામાં આવી હતી.