મોરબીના લીલાપર રોડ પરથી વોકળામથી નીકળતી પાણીની લાઈન લીકેજ હોવાથી ગંદુ પાણી આવતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ ઉઠાવી છે.આ ગંદા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. તેથી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાનથી વજેપર તરફની પાણીની લાઈનમાં છેલ્લા ઘણા ભંગાણ પડ્યું હોય અને આ પાણીની લાઈન વોકળામાંથી પસાર થઈ હોવાથી વોકળાનું ગંદુ પાણી લીકેજ પાણીની લાઈનમાં ભળીને આવે છે આથી વોકળાનું દુષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા જન આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. આ પાણી લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ દુષિત પાણીથી રોગચાળા ફાટી નીકળવાની દહેશત સેવાય રહી છે.વજેપરના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીમાં દુષિત પાણી ભળીને આવતું હોવાથી કેટલાક દિવસથી રોગચાળો ફાટી નીકળ્યો છે. આ અંગે રહેવાસીઓએ મોરબી નગરપાલિકાને રજૂઆત કરી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી વહેલીતકે આ લાઈનનું યોગ્ય રિપેરીગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.