સીરામીક સીટી મોરબીમાં 2001માં ખતરનાક ભૂકંપ આવ્યો ત્યારે મોટી ઇમારતોમાં રહેતા લોકો ખૂબ જ ગભરાયને જમીન પર આસિયાનો બનાવી દીધા બાદ ખતરો ટળતા જ બધું જ ભૂલીને ભયમુક્ત બનીને ફરી મોટી મોટી ઇમારતોમાં એશોઆરામની જીદંગી જીવવા લાગ્યા હતા.પણ તેમને એ ખબર નથી કે તેમના માથા પરનું જોખમ હજુ ટળ્યું નથી. કારણ કે મોરબી ભૂકંપ ઝોનમાં આવતું હોય 4 માળની બિલ્ડીંગની મંજૂરી છે. પણ નેતાઓ અને તંત્ર અને બિલ્ડરોની સાંઠમારીથી 2005 પછીથી અત્યાર સુધી એટલે 2024 સુધીમાં અનેક 8થી 10થી વધુ માળની મંજૂરી વગર એટલી હદે ઇમારતો ખડકાય કે લીલીછમ હરિયાળી એટલે વૃક્ષોની જગ્યાએ બહુમાળી ઇમારતોની સિમેન્ટ કોક્રિટનું જંગલ છવાઈ ગયું છે. આ બધી ઇમારતો ગેરકાયદે છે. તેમ છતાં આટલા વર્ષે તંત્ર કે સરકારનો કોઈ માઈનો લાલ આ ગેરકાયદે રહેલી ઇમારતોને ટચ પણ કરી શક્યો નથી. સૌથી મોટી ગંભીર બાબત એ છે, ભૂકંપ ઝોનમાં આવતું હોય ફાયર બ્રિગ્રેડ પાસે 3-4 માળની સુધીની ઇમારતોમાં આગ બુઝાવવાની ક્ષમતા છે. એથી આગળની ઇમારતોમાં આગ લાગે તો ફાયર બ્રિગ્રેડ નાકામ પુરવાર થાય તેમ છે. કારણ કે તેમની પાસે ચોથા માળ પછી આગ બુઝાવી શકાય એવા શસ્ત્ર સરઝામ જ નથી. એવું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું. જો કે બિલ્ડરોએ વધુ કમાણી કરવા અને લગત વિભાગના સરકાર બાબુ અને પદાધિકારીઓને કમિશન રૂપી નવેદ્ય ધરવાના હોય એટલે બિલ્ડીંગો વચ્ચે જગ્યા ન છોડીને નીતિ નિયમો નેવે મુક્યા છે. કદાચ ગ્રાઉન્ડ ફ્લોર કે, 1-2 માળે આગ લાગે તો ફાયર બ્રિગ્રેડ અંદર જઈ શકે એમ નથી. કારણ કે બે ઇમારતો વચ્ચે જેટલું અંતર રાખવું જોઈએ એટલું અંતર છે જ નહીં પરસ્પર જ અડી અડીને ઇમારતો આવેલી હોય ન કરે નારાયણ ને રાજકોટ જેવો અગનીકાંડ મોરબીમાં થાય તો કલ્પના ન કરી શકાય એવી ભયાનક ખુવારી થાય એમ છે.
મોરબી ભૂકંપ ઝોનમાં આવવા છતાં આટલી બધી ગેરકાયદે ઇમારતો કેમ ખડકાય ? ત્યારે રાજકોટ જેવી ઘટના ન બને તે માટે તમારું પ્લાનિંગ કેવું ? તે અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ધાર્મિક ડોબરીયાએ જણાવ્યું હતું કે, ચાર ગેમીગ ઝોન બંધ કરી દીધા છે. જો કે અત્યાર સુધી ઘટનાઓમાં આપણે સક્સેસ રહ્યા છીએ. તેમજ ફાયર બ્રિગ્રેડ માટે ખૂટતા શસ્ત્રો સરંજામ સરકાર પાસેથી મંગાવ્યા છે. પણ તમે કહો છો એ પ્રમાણેની ઘટના મોરબીમાં બની નથી. આમ છતાં રાજકોટની ઘટનાને ધ્યાને લઇ એક ટિમ બનાવી છે જ્યાં જ્યાં ગેરકાયદે બીલડીગો છે તેનો સર્વે કરશે અને એના રિપોર્ટના આધારે કાર્યવહી થશે. તેમ તેઓએ કહ્યું હતું.
મોરબીમાં રાજકોટ જેવી ન થાય તે માટે કાલે મોટીગ
કલેકટર કિરણ ઝવેરીએ રાજકોટની ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કરી મોરબીમ પણ રાજકોટ જેવી ઘટના ન બને તે માટે કાલે તેમના નેજા હેઠળની અધિકારીઓની બેઠક બોલાવી છે.જો કે ચાર ગેમ ઝોન બંધ કરાવી દીધા છે. હાલ વેકેશન હોય જ્યાં જ્યાં બાળકો, અને લોકો ભેગા થાય તે આવી પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી રાખવા મામલતદાર સહિતના અધિકારીઓને સૂચના આપી દીધી છે. હોસ્પિટલમાં કે જાહેર સ્થળોએ ફાયર એનોસી છે કે કેમની ચકાસણી કરવા બેઠકમાં આદેશ આપવામાં આવશે. મોટી મોટી ઇમારતો ગેરકાયદે હોય તેમજ એમાં ફાયરની સુવિધા છે કે કેમ તેની ચકાસણી કરાશે અને સીરામીક ઝોનમાં આવી ઘટના ન બને તે માટે સાવચેતી રૂપ પગલાં લેવાશે.
રાજકોટની અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટનાથી મોરબીવાસીઓ ભારે વ્યથિત થયા છે કારણ કે મોરબી ઉપર ત્રણ મોટી ઘાત ત્રાટકી હતી. એક તો જળ હોનારત અને બીજી ઝૂલતાપુલ દુર્ઘટનાએ આખા મોરબીને રડાવ્યું હતું. ગઈકાલે રાત્રે દરેક મોરબીવાસીઓ સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચેનલો મારફત રાજકોટની અગ્નિકાંડને સત્ય હકીકતો જોઈને ચિત્કારી ઉઠ્યા હતા. સમગ્ર મોરબીવાસીઓ આજે શોકમય રહીને મૃતાત્માઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દરેક વખતે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું એ ક્યાંનો ન્યાય
ઝૂલતાપૂલ દુર્ઘટનાના અસરગ્રસ્તોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સુરતમાં અગ્નિકાંડ સર્જાયા બાદ મોરબીમાં હોસ્પિટલો, કલાસીસ સેન્ટરો, સિનેમા ઘર, શાળા કોલેજોમાં અગ્નિ શામક સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. એ રીતે મોરબીમાં ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટના બાદ ધડાધડ પગલાં લેવાવા મંડ્યા હતા. આ રીતે દુર્ઘટના બને પણ જ તંત્ર અને સરકાર જાગે છે. જો તંત્ર અને સરકાર વહેલી જાગી હોત તો અત્યાર સુધીની ઘણી બધી દુર્ઘટના ન સર્જાત.
વડીલ વંદનાનો કાર્યક્રમ મોકૂફ
મોરબી જલારામ મંદિર દ્વારા આજે રવિવારે વડીલ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવનાર હતો જેમાં વૃધ્ધાશ્રમના વડીલોને સેવા પૂજા કરવાની હતી. પણ રાજકોટની અગ્નિકાંડ જેવી દુર્ઘટનાને પગલે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.