મોરબીમાં દેવર્ષિ નારદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યોજાયેલા દેવર્ષિ નારદની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પત્રકાર મિલન સમારોહ યોજાયો હતો.જેમાં દરેક પત્રકારો દેવર્ષિ નારદને ફુલહાર અર્પણ કરી પૂજાપાઠ સાથે તેમણે જે રીતે સગયુગમાં ત્રણેય લોકમાં કટાક્ષ સાથે સંદેશા વ્યહવારનું માધ્યમ બનીને દાનવોના વધમાં અગત્યની ભૂમિકા ભજવી હોય તેનો બોધપાઠ ગ્રહણ કર્યો હતો.
આ તકે વિશ્વ સંવાદ કેન્દ્રના અગ્રણીએ જણાવ્યું હતું કે દેશ, દુનિયા અને આખા બ્રહ્માંડના પ્રથમ પત્રકાર નારદ મુનિ ગણાય છે. તેમને ત્રિલોકમાં સંદેશા વ્યવહારનું માધ્યમ બની દેવો અને દાનવો વચ્ચેની લડાઈમાં સત્ય અને ધર્મનો વિજય એટલે દેવો અજેય અને દાનવોનો નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે આધુનિક ટેકનોલોજીમાં 18મી સદીથી શરૂ થયેલા પત્રકાર જગતમાં સમયાંતરે ક્રાંતિ આવતી ગઈ અને દરેક પત્રકારોએ કોઈને કોઈ રીતે પત્રકાર ધર્મ બજાવ્યો અને જગતમાં શાંતિ સ્થાપી સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બની હર હમેશ પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને હજુ પણ સોશ્યલ મીડિયા તેમજ અખબાર, ન્યુઝ ચેનલોમાં પત્રકારો સત્યની જ લડાઈ લડી રહ્યા છે. આ સત્ય અને ધર્મને જાળવી રાખવો નારદ મુનિનો મૂળ ઉદેશ્ય છે. જે પત્રકારો બરોબર નિભાવે છે.