મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બંધ પડેલી કોટનમીલમાંથી અજાણ્યા તસ્કરો આઠેક દિવસ પૂર્વે સીસીટીવી કેમેરા, એનવીઆર, ટેલિવિઝન, કોપર વાયર તેમજ કોપર પ્લેટ સહિતની ચીજવસ્તુ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલ બંધ હાલતમાં રહેલ બજરંગ કોટનમીલમાં ગત તા.3 માર્ચના રોજ અજાણ્યા તસ્કરોએ કારખાનામાં રહેલ સીસીટીવી, સીસીટીવીનું એનવીઆર, સોની કંપનીનું ટીવી, કોપરની પ્લેટ તેમજ અલગ અલગ લંબાઈના કોપર વાયર સહિત કુલ રૂપિયા 2,05,000ની માલમતા ચોરી કરી જતા કોટનમીલના સંચાલક જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલા રહે.રવાપર ઘુનડા રોડ, બોનીપાર્ક પાછળ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.