Friday - Jul 03, 2026

મોરબીમાં સાયબર માફિયાઓને બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે આપનાર વધુ 10 સામે ગુનો દાખલ

મોરબીમાં સાયબર માફિયાઓને બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે આપનાર વધુ 10 સામે ગુનો દાખલ

છેતરપીંડીથી મેળવેલા નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં ચેક, એટીએમથી નાણાં ઉપાડી આંગડિયા મારફતે સાયબર માફિયાઓને મોકલ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : રાજ્યભરમાં સાયબર માફિયાઓ છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવવા મામલે કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે વધુ દસ આરોપીઓ વિરુદ્ધ છેતરપીંડીથી મેળવેલા નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં ચેક, એટીએમથી નાણાં ઉપાડી આંગડિયા મારફતે સાયબર માફિયાઓને મોકલવા મામલે ગુન્હો દાખલ કર્યો છે.

સાયબર ફ્રોડ મામલે દિલ્હી અને ગાંધીનગરની ટીમો દ્વારા ચાલી રહેલી તપાસમાં મોરબીના દોઢસો જેટલા બેન્ક એકાઉન્ટ ધરકોએ સાયબર માફિયાઓને પોતાના બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે આપી છેતરપીંડીની 34 લાખથી વધુ રકમ જમા થયા બાદ આ રકમ ચેક, એટીએમથી ઉપાડી સગેવગે કરવા સબબ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે વધુ બે ફરિયાદ નોંધાવી છે જેમાં પ્રથમ ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી આરોપી મહાવીરસિંહ પપ્પુભા વાઘેલા રહે.ગજાનન પાર્ક, પીપળી રોડ, મોરબી, આરોપી રવિ ગઢવી રહે.મોરબો સહિતના ત્રણ શખ્સોએ રૂ.14 લાખ મેળવી બાદમાં ચેક -એટીએમથી વિડ્રો કરી મદદગારી સબબ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજી ફરિયાદમાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપી એવા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ રહે.હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી, મુસ્તાક હારુનભાઇ બાવા રહે.પ્રધાનમંત્રી આવાસ, સંજય રાજપૂત રહે.રાજસ્થાન, નિકુંજ પ્રવીણભાઈ દલસાણીયા રહે.ઉમિયાનગર, બાબરા, જયદેવ ભરતભાઇ કથીરિયા રહે.ગ્રીનચોક, મોરબી અને રક્ષિત કલ્પેશભાઈ કુંવરિયા રહે.ક્રિષ્ના સ્કૂલ પાસે,રવાપર રોડ, મોરબી તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ત્રણ - ત્રણ ટકા કમિશન મેળવી સાયબર માફિયાઓએ જમાં કરેલ 20,81,347 રૂપિયા ચેક - એટીએમથી ઉપાડી આંગડિયા મારફતે સગેવગે કરવા મામલે ગુન્હો દાખલ કર્યો હતો