તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મોરબીના આશાસ્પદ યુવાન સાગર ચંદુભાઈ વાંસજાડિયા નું દુઃખદ અવસાન થયું હતું આ ઘટના બાદ પરિવારજનોએ સાગરની યાદ ગીરી રાખવા અને સેવાકીય શ્રદ્ધાંજલિ આપવાના ઉદેશથી તારીખ 23 12 24 ના રોજ સુંદરમ હાઇટ્સ એસપી રોડ મોરબી ખાતે રાજકોટની સંસ્કાર શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 213 થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. મૃતક ના પિતા ચંદુભાઈ વાંસજાડિયા એ પુત્રની શ્રદ્ધાંજલિ તે રક્તદાન કેમ્પ યોજી અનોખી પ્રેરણા પૂરી પાડી હતી.