Wednesday - Jul 22, 2026

મોરબીના ટ્યુશન ક્લાસ સંચાલક પર હુમલો કરવાની ઘટનામાં 8 શખ્સ સામે પોલીસ ફરિયાદ.

મોરબીના ટ્યુશન ક્લાસ સંચાલક પર   હુમલો કરવાની ઘટનામાં 8 શખ્સ સામે પોલીસ ફરિયાદ.

મોરબી : મોરબીના ખાનગી ટ્યુશન સંચાલક રવિન્દ્ર ત્રિવેદી પર બે દિવસ પહેલા એક સગીર છાત્રા  સાથે અડપલા અને જાતીય સોષણ કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી આં ઉપરાંત કેટલાક છાત્રો અને અન્ય લોકો દ્વારા  તેમના પર હુમલો કરી ઈજા પહોચાડી હતી. આ બનાવમાં ટ્યુશન સંચાલક રવિન્દ્ર ત્રિવેદી દ્વારા બી ડિવિઝન પોલીસ મથક માં 8 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓ પૈકી એક છાત્ર ની ફી ભરવાની બાકી હોય તેમજ અનિયમિત હોવાથી આં બાબતે ઠપકો આપતાં 8 આરોપીઓ એ વારા ફરતી ઢિકા પાટુ અને લાકડી થી મારમારી હાથ માથા અને શરીરમાં ઈજા પહોંચાડી હતી પોલીસે ફરિયાદ આધારે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.