મોરબી : મોરબી શહેરમાં રવાપર રોડ પર રહેતા આસામીએ હિન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધા બાદ મકાનનો હપ્તો ચુકવવામાં મોડું થતા હિન્દુજા ફાયનાન્સના કર્મચારી અને અન્ય એક શખ્સે લોન લેનાર યુવકને સરદાર બાગ પાસે બોલાવી બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ પર શ્યામ પાર્કમાં રહેતા મેહુલ પરસોત્તમભાઈ ધોરીયાણી ઉ.વ.30 નામના યુવકે હિન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધી હોય લોનનો હપ્તો ચુકવવામાં મોડું થઈ જતા હિન્દુજા કંપનીના માણસ શિવુભા દરબારે મેહુલને ફોન કરી ગાળો આપી સરદાર બાગ પાસે બોલાવી અન્ય એક અજાણ્યા આરોપી સાથે મળી ઢીકા પાટુનો માર મારી મેહુલને જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.