Wednesday - Aug 19, 2026

હળવદના જુના વેગડવાવમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાનને ધમકી

હળવદના જુના વેગડવાવમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાનને ધમકી

હળવદ : હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા ફરિયાદી મેરુભાઈ કિશોરભાઈ જખવાડિયા ઉ.વ.32 ગઈકાલે ગામના પાદરમાં બેઠા હતા ત્યારે આરોપી રામજી ચતુરભાઈ સુરેલા અને આરોપી વિષ્ણુ રામજી સુરેલાએ અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી પાઇપ તેમજ સણેથા લઈને આવી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.