Saturday - Aug 15, 2026

હળવદના સુખપર ગામેં તસ્કરો ચાર ઇલેક્ટ્રિક મોટરને ઉઠાવી ગયા

હળવદના સુખપર ગામેં તસ્કરો ચાર ઇલેક્ટ્રિક મોટરને ઉઠાવી ગયા

હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ આવેલ ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં મુકેલ ફરિયાદી રમેશભાઈ સોંડાભાઈ પરમારની 5 હોર્સ પાવરની અલગ અલગ ચાર ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂપિયા 60 હજાર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.