Wednesday - Nov 25, 2026

સ્કૂલ બસની લે-વેચના બહાને મોરબીના યુવાન સાથે રૂ.4 લાખની છેતરપિંડી

સ્કૂલ બસની લે-વેચના બહાને મોરબીના યુવાન સાથે રૂ.4 લાખની છેતરપિંડી

મોરબીમાં સ્કૂલ બસની ખરીદ-વેચાણના બહાને અમદાવાદના શખ્સે યુવાનનો વિશ્વાસ જીતી ઓનલાઈન રૂ.4 લાખ મેળવી લીધા બાદ બસ પણ નહીં આપી અને નાણાં પણ પરત નહીં કરી છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે આવેલા કલ્પ બિંદુ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.604માં રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડીયા (ઉં.વ.42)એ અમદાવાદમાં રહેતા સફીમહંમદ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ સ્કૂલ બસની લે-વેચ કરવાના બહાને ભાવેશભાઈને વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી ઓનલાઈન માધ્યમથી રૂ.4 લાખ પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા. જોકે, નાણાં મેળવ્યા બાદ આરોપીએ સ્કૂલ બસ આપી નહોતી કે રકમ પણ પરત કરી નહોતી. આમ, રૂ.4 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.