Saturday - May 16, 2026

વાંકાનેરમાં મેસરિયામાં અકસ્માતનો ખાર રાખી યુવાનને પાઇપ અને ધોકા વડે માર માર્યો

વાંકાનેરમાં મેસરિયામાં અકસ્માતનો ખાર રાખી યુવાનને પાઇપ અને ધોકા વડે માર માર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક ગઈકાલે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બાદ કાર રોડ નીચે ઉતરી જતા આ બાબતનો ખાર રાખી બે શખ્સોએ બાઈક ચાલક યુવાન પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા રાજદીપભાઈ રવુભાઈ ખવડ ઉ.19 નામના યુવાને આરોપી અજય ધીરુભાઈ ભૂસડીયા અને આરોપી વિનુભાઈ કેશુભાઈ ભૂસડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.17ના રોજ તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે આરોપીઓની સ્વીફ્ટ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી જતા આરોપીઓએ પાઇપ અને ધોકા વડે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.