Wednesday - Aug 19, 2026

મોરબીના ધરમપુર રોડ પર રોડ ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત

મોરબીના ધરમપુર રોડ પર રોડ ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત

મોરબી : મોરબી શહેરના ધરમપુર રોડ પર લાભનગર નજીક રસ્તો ઓળંગી રહેલા દિનેશભાઇ ગોવિંદભાઇ ઇન્દરિયા ઉ.45 રહે.વેજીટેબલ રોડ, લાભનગર, મોરબી નામના યુવકને જીજે - 36 - વી - 7294 નંબરના મારુતિ સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા દિનેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ વાહન ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પુત્ર દેવરાજભાઇ દિનેશભાઇ ઈન્દરિયાએ સુપર કેરી વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.