Sunday - Apr 19, 2026

મોરબી મહાપાલિકાની ચૂંટણી જંગમાં કુલ 204 ઉમેદવારોનું નામાંકન

મોરબી મહાપાલિકાની ચૂંટણી જંગમાં કુલ 204 ઉમેદવારોનું નામાંકન

મોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તારીખ 06-04-2026 થી 11-04-2026 સુધી ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં નીરસ પ્રતિસાદ જોવા મળ્યો હતો, પરંતુ અંતિમ દિવસોમાં, ખાસ કરીને શનિવારે, ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.

મોરબી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ આવેલા છે, જેમાં 52 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ફોર્મ ભરવાના દિવસો દરમિયાન કુલ 204 ઉમેદવારી પત્રો ભરાયા છે.

ક્યાં દિવસે કેટલા ફોર્મ ભરાયા ?

● 06-04-2026 (સોમવાર): 0
● 07-04-2026 (મંગળવાર): 0
● 08-04-2026 (બુધવાર): 9
● 09-04-2026 (ગુરુવાર): 22
● 10-04-2026 (શુક્રવાર): 44
● 11-04-2026 (શનિવાર): 126

આમ, કુલ 204 ફોર્મ ભરાયા છે. હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.