Sunday - Apr 19, 2026

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બે શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બે શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત

મોરબી: ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આયોજિત ‘સહોદય સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ સમારોહમાં મોરબીનું ગૌરવ વધ્યું છે. આ કાર્યક્રમમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વરિષ્ઠ શિક્ષક ડો. એસ. અલી ખાનને શિક્ષણ ક્ષેત્રે એક દાયકાના નોંધપાત્ર યોગદાન બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-2025’ એનાયત કરાયો હતો. તેમજ આ જ શાળાના શિક્ષિકા શ્રીમતી સુમિતા દાસને પણ વર્ષ 2025ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બે શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત

​આ પ્રસંગે સહોદયના પ્રમુખ રાધેશ્યામ પાંડે, રાજકોટ CBSE કોઓર્ડિનેટર રાજીવ રંજન, મોરબી કોઓર્ડિનેટર દીપા શર્મા અને હાર્દિક પાડલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અરવિંદ કુમારે વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.