મોરબી : મોરબીના રવાપર નજીક સતત બીજા દિવસે આગ લાગી હતી. જેમાં ગઈકાલે મગફળીના ફોતરાં બાદ આજે જુવારના ઢગલામાં આગ લાગતા તેની સાથે બે ઝૂંપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મોરબીના રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે ગઈકાલે મગફળીના ભુકાના ઢગલામાં આગ લાગી હતી. આજ જગ્યાએ આજે ફરી જુવારના ચારાના ઢગલામાં આગ લાગી છે. આ સાથે અહીં બે ઝૂંપડામાં પણ આગ લાગી હતી. ફાયરની ટિમ આજે સવારે 10-30 વાવ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની મથામણ કરી હતી.આ આગ બુઝાવતા તેમને સાંજ પડી જશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ઝુંપડામાંથી લોકો સામાન લઈ બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નથી.