Wednesday - Jul 22, 2026

મોરબીની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સેડો લાઈટ નાખવાની માંગ

મોરબીની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સેડો લાઈટ નાખવાની માંગ

મોરબી : મોરબીની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં અનેક ખામીઓ વચ્ચે વધુ એક ખામી બહાર આવી છે. આ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સેડો લાઈટ ન હોવાના કારણે ટાંકા લેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ રાણેવડીયાએ કલેક્ટર અને ધારાસભ્ય તેમજ સિવિલ હોસ્પિટલના અધિક્ષકને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી. વોર્ડમાં અકસ્માતમાં ઘાયલ થયેલા અનેક લોકો આવતા હોય છે. જેઓને અકસ્માતમાં ગંભીર ઇજા થઇ હોય એટલે ટાંકા લેવાના હોય છે. પણ સેડો લાઈટ ન હોવાથી ડોકટરોને ટાંકા લેવામાં ભારે તકલીફ પડતી હોય છે. જો કે ઇમરજન્સી વોર્ડમાં કોઈપણ દર્દીઓ આવે તો તેની સારવાર માટે બે ત્રણ મોબાઈલની ટોર્ચ કરીને ટાંકા લેવા પડે છે. જેમાં દર્દીઓને પણ ક્યારેક હાનિ પહોંચતી હોય છે.આથી તાત્કાલિકના ધોરણે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સેડો લાઈટ નાખવાની માંગ કરી છે.આ ઉપરાંત ઇમરજન્સી વોર્ડમાં ઓક્સિજન પ્લાનની લાઈન છે. તો જ્યારે ઓક્સિજન લેવલ માટે ઘણી વખત ઓક્સિજનના બાટલા ખાલી હોય છે. તેથી સ્ટાફને છેલ્લી ઘડીએ ઓક્સિજન માટે ભારે દોડધામ કરવી પડે છે.આથી ઇમરજન્સી વોર્ડના બે બેડમાં ઓક્સિજન પોઈન્ટ આપવાની માંગ કરી છે.