મોરબી : મોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલે આજે એમ.એલ.એ. એટલે ધારાસભ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6થી8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતા પાઠ જેવા કે સરકાર, સ્થાનિક સરકાર રાજ્ય સરકાર,લોકશાહીમાં સમાનતા,ભારતીય. બંધારણ સંસદ, કાયદો,ઠરાવ, સહિતના મુદાઓનું સચોટ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે નીલકંઠ સ્કૂલ દ્વારા 65 -મોરબી-માળીયા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ખાસ કરીને વિધાનસભા જેવી કાયદેસરની ચૂંટણી યોજીને વિધાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું હતું.
ધો.6, 8ના 8 ઉમેદવારોએ ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા હતા.અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ મતદાન કર્યું હતું. ઉમેદવારો એમ એલ એ બને તો મોરબીના પ્રદુષણ સહિતની જટિલ સમસ્યા ઉકેલવા કેટલા સક્ષમ છે તેનો પ્રચાર કરાયો હતો.ધો.6.8ના વિદ્યાર્થીઓને થિયરીકલ જ્ઞાન તો અપાઈ જ છે. પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે વિધાનસભા જેવી જ ચૂંટણી કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને લોકશાહી, સરકાર, કાયદો સહિતની સિસ્ટમનો ખ્યાલ આવ્યો હતો. વિધાર્થીઓ ભાવિ મતદારો અને ભાવિ ઉમેદવારો પણ હોય એ બાબતની પણ પ્રેક્ટિકલ રીતે જાણકારી આપવામાં આવી હતી.આ મોરબી માળીયા વિધાનસભાની આજે યોજાયેલી ચૂંટણીનું કાલે પરિણામ જાહેર કરાશે.